Jay Shree Krishna 🙏
Krishna Kanhaiya Ne Amantra Bhajan Lyrics

કૃષ્ણ કનૈયા મારી આંખો ના તારા
અવસરીએ અલબેલા પધારજો
અંતરમાં આશ વ્હાલા તમારા દર્શન ની
દીન બંધુ દોડી દોડી આવજો
મથુરામાં જન્મ્યા વ્હાલા ગોકુળ માં ઉછર્યા
દ્વારિકા ના રાજા વહેલા આવજો…
દેવકીના જાયા વ્હાલા જશોદા ના લાલા
નંદ દુલારા વહેલા આવજો….
અક્રૂર નાં ભત્રીજા વ્હાલા કંસ ના ભાણેજ
બલભદ્ર ના વીરા વહેલા આવજો…
ગોપીઓ મા પ્યારા વ્હાલા સુભદ્રા ના વીરા
રાધા નાં સ્વામી વહેલા આવજો…
વ્રજ ના લાડીલા વ્હાલા ભક્તો ના પ્યારા
અર્જુન ના સાળા વહેલા આવજો…
તમારા ભરોસે મેતો અવસરીયા આદર્યા
અવસરીએ વેલેરા પધારજો…
વલ્લભ ના સ્વામી પ્રભુ અંતર્યામી
અવસરીએ વેલેરા પધારજો…
ભક્તો ni અરજી વ્હાલા પ્રેમે સ્વીકારજો
અષ્ટ પટરાણી સાથે લાવજો…
કૃષ્ણ કનૈયા મારી આંખો ના તારા
અવસરીએ વેલેરા પધારજો…
અવસરીએ અલબેલા પધારજો…
અવસરીએ દોડી દોડી આવજો…